મોરબી : ભડીયાદ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો ખાખરાળા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને બદલે લાલપર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હેઠળ સમાવેશ કરવા મોરબી જિલ્લા પંચાયત સદસ્ય હીરાલાલ ટમારીયા દ્વારા મોરબી જિલ્લા પંચાયતની આરોગ્ય શાખાના મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીને લેખિત રજૂઆત કરવામાં આવી છે. આ રજુઆતમાં જણાવાયું છે કે હાલમાં મોરબી જીલ્લાના મોરબી તાલુકાનુ ભડીયાદ સબ સેન્ટર, જે ખાખરાળા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સેન્ટરની અંડરમાં આવે છે. અને ભડીયાદથી ખાખરાળાનું અંતર આશરે 30 કી.મી. જેટલું છે અને ભડીયાદથી લાલપર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું અંતર આશરે 5 કી.મી. જેટલુ છે. કોઇ દર્દીને ઇમર્જન્સી સારવાર માટે દાખલ કરવાના હોય ત્યારે ખાખરાળા ખુબ દુર પડે છે અને લાલપર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નજીક હોવાથી ટુંકા સમયમાં જ સારવાર મળી રહે તેમ છે. તો ભડીયાદ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (સબસેન્ટર)ને ખાખરાળાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને બદલે લાલપર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની હેઠળ સમાવેશ કરવામાં આવે, તેવી વ્યવસ્થા કરવા અંગે કાર્યવાહી કરવા અપીલ કરવામાં આવી છે.