મોરબી : કોરોનાકાળે ભારે વિનાશ સર્જ્યો છે. ત્યારે ઠેક ઠેકાણે ભગવાનને આ કપરાકાળમાંથી ઉગારવાની પ્રાર્થના થઈ રહી છે. આવી જ રીતે ઘુટુ ગામે પણ તમામ દેવી દેવતાઓનો હવન કરી પ્રાર્થના કરવામાં આવી છે. ઘુંટુ ગામના આગેવાનો જેમાં સરપંચ દયારામભાઈ, ઉપસરપંચ સુરેશભાઈ, માજી ઉપસરપંચ મનસુખભાઈ, પ્રકાશભાઇ ભાડજા, સંજયભાઈ મકાસણા, ચતુરભાઈ ગોઠીએ સીમાળાના તમામ દેવી દેવતાઓનો યજ્ઞ રાખેલ હતો. આખા ગામને સુતરેલ પણ છે. સાથે એવી પ્રાર્થના કરવામાં આવી હતી કે ગામને આ મહામારીથી ભગવાન બચાવે.