મોરબી : મોરબીમાં મોરબી સિરામિક ટ્રેડિંગ મિત્ર મંડળ દ્વારા હીમોફીલિયા, થેલેસેમિયા અને ડાયાબિટીસ પીડિત બાળકોના હસ્તે રોપાઓનું વિતરણ કરાવવામાં આવશે. આ વિતરણ આવતીકાલ તા. 12થી 15 સુધી રવાપર રોડ પર બાપા સીતારામ ચોક નજીક નરસંગ ટેકરી ખાતે બપોરે 4થી સાંજે 6 વાગ્યા સુધી વિનામૂલ્યે કરવામાં આવશે. વધુ વિગત માટે જય પટેલ (મો. 85111 29555)નો સંપર્ક કરી શકાશે.