મોરબી : મોરબી જિલ્લાના ખેડૂતો કિસાન પરિવહન યોજના હેઠળ માલવાહક વાહન ઘટકમાં સહાય મેળવવા તારીખ 10-05-2021 થી 31-05-2021 સુધી આઇ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરી શકશે. તેમજ મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના હેઠળ પાક સંગ્રહ સ્ટ્રક્ચર ઘટકમાં સહાય મેળવવા તારીખ 11-05-2021 થી 30-06-2021 સુધી આઇ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરી શકશે, તેમ યાદીમાં જણાવાયું છે.