તમામ હોસ્પિટલના સ્ટાફનું સન્માન પણ કરાયું માળિયા : માળિયાના સામુહિક આરોગ્ય કેન્દ્રને દેવ સોલ્ટ પ્રા.લી. દ્વારા તબીબી પલંગ, ગાદલા, ઓક્સિજન સિલિન્ડર અને દવાઓની સહાય આપવામાં આવી છે. આ સાથે હોસ્પિટલના સ્ટાફનું સન્માન પણ કરવામાં આવ્યું છે. સેવાની સોડમાં સદેય અગ્રેસર દેવ સોલ્ટ દ્વારા આજે વધુ 10 તબીબી પલંગ, 10 ગાદલા અને ઓક્સિજન સિલિન્ડરની માળિયા આરોગ્ય કેન્દ્રને સહાય આપવામાં આવી છે. સાથે દર્દીઓની સેવામાં નોંધપાત્ર કામગીરી કરનાર હોસ્પિટલના સ્ટાફને રોકડ તેમજ રાશન કિટો અર્પણ કરી તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું. ઉપરાંત એક નર્સ જેઓનાં પતિનું કોરોનાથી અવસાન થયું હોય તેઓના દોઢ વર્ષના બાળક માટે રૂ. 25 હજારની ફિક્સ ડિપોઝીટ મુકવામાં આવી છે. આ પ્રસંગે દેવ સોલ્ટના ડાયરેક્ટર વિવેકભાઈ સોમાની, અધિકારી વિવેકભાઈ ધૃણા, રમજાનભાઈ જેડા, જયરાજસિંહ જાડેજા, મામલતદાર ડી.સી. પરમાર, પી.એસ.આઈ. નરેન્દ્રસિંહ ચુડાસમાં સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.