મોરબી: છેલ્લા 15 વર્ષથી અખાત્રીજના રોજ મોરબીમાં આયોજિત થતી પરશુરામ જન્મ જયંતિની ઉજવણી ચાલુ વરસે વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને મોકૂફ રાખવામાં આવી છે. પરશુરામ યુવા ગ્રુપ દ્વારા છેલ્લા 15 વર્ષોથી આયોજિત થતી પરશુરામ જન્મોત્સવની ઉજવણી આ વર્ષે રદ કરવામાં આવી છે. છેલ્લા 15 વરસોથી પરશુરામ યુવા ગ્રુપ દ્વારા આયોજિત આ ઉજવણીમાં શોભાયાત્રા તથા મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો રાખવામાં આવતા હોય છે. જો કે વર્તમાન સંજોગોને અનુલક્ષીને આ વર્ષે આગામી શુક્રવારે આવતી અખાત્રીજ તારીખ 14 મેના રોજ આ ઉજવણી કરવામાં આવશે નહિ તેવું આયોજકો દ્વારા બ્રહ્મ પરીવારોને એક યાદીમાં જણાવાયું છે.