મોરબી : મોરબી તાલુકાના કેરાળા (હરીપર) ગામમાં જમીન માપણીમાં ફેરફારની ચિંતામાં વૃદ્ધે શરીરે પેટ્રોલ છાંટી આપઘાત કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. ભરતનગર-પાવડીયારી કેનાલ રોડ પર કેરાળા (હરીપર) ગામમાં રહેતા 65 વર્ષીય જેરામભાઇ મુળજીભાઇ ફેફરે જેરામભાઇ મુળજીભાઇ ફેફર ગઈકાલે તા. 9ના રોજ ઘરેથી નીકળી પોતાની જમીને આવી શરીરે પેટ્રોલ છાંટી દીવાસળી ચાંપી સળગી જઈને મોતને વ્હાલું કર્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે. આ બનાવ અંગે પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા અનુસાર કેરાળા ગામની સીમમાં જેરામભાઇની સર્વે નંબર-૧૫૯ની આશરે સાડા બાવીસ વીઘા જેટલી ખેડાણ લાયક જમીન આવેલ હોય. તે જમીનનો સને ૨૦૦૪માં દસ્તાવેજ થયેલ હતો. જે દસ્તાવેજ જેરામભાઈના નામે થયેલ હતો. આ જમીનના શેઢે કેરાળા (હરીપર) ગામના દરબાર પવુભા કનુભા ઝાલા તથા લાલભા ભુરૂભા ઝાલાની જમીન આવેલ છે. જે જમીન તેઓએ મુકેશભાઈ મગનભાઈ સુવારીયા (એલિસ પેપરમીલ એલ.એલ.પી)ને વેચાણ આપેલ હોય અને આજથી આશરે દોઢેક માસ પહેલા તેઓની જમીન તથા મૃતકની જમીનની માપણી કરાવેલ હતી. માપણી સીટમાં મૃતકની સહી પણ લીધેલ છે. પરંતુ મૃતક જેરામભાઈને એવું લાગેલું હતું કે આ માપણીમાં ફેરફાર છે અને જમીન દબાયેલી છે. તેઓએ આ બાબતે કોઈને કોઈ વાત કરેલ નહી અને મનોમન પોતે ટેન્શનમાં રહેતા હતા. આમ, તેઓને મનોમન લાગી આવતા અંતિમ પગલું ભર્યું હતું.