ચાર શખ્સોએ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાઈ મોરબી : મોરબીના બેલા (આમરણ) ગામે વૃદ્ધ ઉપર હુમલો થયાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવ અંગે વૃદ્ધે ચાર શખ્સો સામે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની મોરબી તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના બેલા (આમરણ) ગામે આવેલ ઉમીયાનગર સોસાયટીમાં રહેતા નારાયણભાઇ દામજીભાઇ કાસુન્દ્રા (ઉંવ.૭૦) એ આરોપીઓ કીરીટભાઇ મગનભાઇ, રમેશભાઇ મગનભાઇ, મીત કિરીટભાઇ તથા મનોજભાઇ (રહે.બધા પાલનપુર જી.બનાસકાંઠા) સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા.૮ ના રોજ બેલા (આમરણ) ગામે આરોપીઓએ ફરીયાદી સાથે રુત્વીને તેડી જવા બાબતે માથાકૂટ કરી ફરીયાદીને ડાબા હાથના કાંડા પાસે લાકડી મારી સામાન્ય ઈજા કરી તથા આરોપીઓએ ફરીયાદી સાથે બોલાચાલી કરી ગાળાગાળી કરી તેમજ ફરીયાદી તથા સાહેદને જાનથી મારે નાખવાની ધમકી આપી હતી. આ બનાવની ફરિયાદ પરથી આરોપીઓ સામે IPC કલમ મુજબ ગુન્હો નોંધી આ બનાવની વધુ તપાસ મોરબી તાલુકા પો.સ્ટે.ના પો.હેઙ.કોન્સ.કે.એમ.સોલગામા ચલાવી રહ્યા છે.