ચાર શખ્સોએ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાઈ વાંકાનેર : વાંકાનેરમાં ગાળો બોલવાના પ્રશ્ને માનસિક બીમાર યુવાન ઉપર હુમલો થયો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવ અંગે યુવાનના પિતાએ ચાર શખ્સો સામે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ વાંકાનેર પોલીસ મથકે નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદ અમરાભાઇ ઉર્ફે અમરશીભાઇ રામાભાઇ બેડવા (ઉ.વ. ૫૮ રહે ચાંમુડાનગર શેરી નં ૨, ન્યુ. વિશ્વનગર,૫૦ ફુટનો ખીજડાવાળો રોડ સુંદર જ્વેલર્સ સામેની શેરી સિધ્ધાર્થ રાજકોટ) એ આરોપીઓ રાજુભાઇ મનસુખભાઇ ઉર્ફે માયા બેડવા રહે (ઠીકરીયાળા તા. વાંકાનેર), અનીકેત અરજણભાઇ બેડવા (રહે ગોંડલ એસ.આર.પી. ક્વાર્ટર) તથા અન્ય બે અજાણ્યા માણસો સામે ફરિયાદ નોંધાવી હતી કે, ફરીયાદીનો દિકરો અજય (ઉ.વ. ૩૨) સને -૨૦૧૭ થી માનસીક બીમાર હોય અને ગમે તેને જેમ ગાળો આપતો આપતો હોય અને સામેના આરોપીઓને ગાળો આપતા આરોપીઓને સારૂ નહી લાગતા બે અજાણ્યા માણસો એમ ચારેય ગઈકાલે તા.૯ના રોજ બાઉન્ટ્રી રાજકોટ હાઇવે પાવર હાઉસ પાસે મેસરીયા, વાંકાનેર પાસે એક ફોરવ્હીલ કારમાં આવી ફરીયાદીના દિકરા અજયને લાકડીઓ પાઇપ વતી શરીરે આડેધડ માર મારી મુંઢ ઇજા તથા ફેક્ચર ઇજા કરી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવની ફરિયાદ પરથી આરોપીઓ સાસે આઈ.પી.સી કલમ ૩૨૩, ૩૨૪, ૩૨૫, ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪ હેઠળ ગુન્હો નોંધી વધુ તપાસ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ.આર.પી.જાડેજા ચલાવી રહ્યા છે.