બે શખ્સો સામે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાઈ હળવદ : હળવદના નવા દેવડીયા ગામે નિશાળ પાસે જુના ઝઘડાનો ખાર રાખી યુવાન ઉપર લોખંડના પાઈપથી હુમલો થયાનો બનાવ સામે આવ્યો છે. જેમાં યુવાને બે શખ્સો સામે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવતા હળવદ પોલીસે આરોપીઓ સામે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવની હળવદ પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી રવિરાજસિંહ અભેસિંહ ઉર્ફ ચકુભા પરમાર (ઉ.વ.૨૭ ધંધો-ખેતી રહે.નવા દેવડીયા તા-હળવદ) એ આરોપીઓ સિધ્ધરાજસિંહ દિલુભા પરમાર, મંગળસિંહ અનુભા પરમાર (રહે.બંન્ને નવા દેવળીયા તા.હળવદ) સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગઈકાલે તા.૯/લ ના રોજ નવા દેવડીયા ગામે નિશાળ પાસે આરોપીઓએ ફરીયાદીના પિતા સાથે કોઇ મનદુખના કારણે ઝગડો કરતા આરોપીઓએ લોખંડના પાઇપ વતી જમણા પગે તથા ડાબા હાથે મુઢ ઇજા કરી તથા બન્ને આરોપીઓએ ફરીયાદી તથા સાહેદને ઢીકાપટુનો મુંઢ મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવની ફરિયાદ પરથી આરોપીઓ સામે ઇ.પી.કો કલમ.૩૨૩,૫૦૬(૨),૧૧૪ તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબ ગુન્હો નોંધી વધુ તપાસ હળવદ પો.સ્ટે.ના પો.હેડ.કોન્સ.જી.પી.ટાપરીયા ચલાવી રહ્યા છે.