મોરબી : મોરબી તાલુકાના બોરિયાપાટીમાં આવેલ બોરિયાપાટી પ્રાથમિક શાળા દ્વારા ગઈકાલે તા. 10ના રોજ રવિવારે સ્કૂલ ખાતે દેવમ હોસ્પિટલ-રવાપરના ડો. દિપક કાવરનું ફ્રી કોરોના માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમજ જરૂરિયાતમંદ દર્દીઓને તપાસી વિટામીન સી અને ઝીંક ટેબ્લેટનું ફ્રીમાં આપવામાં આવી હતી. અને બી.પી, ડાયાબીટીશનું ચેકઅપ પણ ફ્રીમાં આવ્યું હતું. આ કેમ્પનો 26 લોકોએ લાભ લીધો હોવાનું યાદીમાં જણાવ્યું છે.