ગત અઠવાડિયે બાઈક ચાલક ખાબક્યો હતો છતાં લાપરવાહ પાલિકા તંત્ર આળસ નથી છોડતું મોરબી : મોરબીના લીલાપર રોડ ઉપર મોરબી પાલિકા દ્વારા ખોદવામાં આવેલા મોતના ખાડામા રોજે રોજ કોકને કોક ખાબકી રહ્યું છે. ત્યારે આજે આખે આખો ટ્રક આ ખાડામા ખાબકતા હાલ આ રસ્તાનો ટ્રાફિક ખોરવાઈ જવા પામ્યો છે. મોરબીના લીલાપર રોડ ઉપર મુખ્યમંત્રી આવાસ યોજના નજીક લાંબા સમયથી મોતનો ખાડો ખોદી લાપરવાહ પાલિકા તંત્ર આ ખાડો પુરવાનું કામ ન કરતું હોય અનેક નિર્દોષ લોકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે ત્યારે અહીંથી પસાર થતો એક ટ્રક આ ખાડામા ખાબકતા હાલમાં રોડ ઉપર ટ્રાફિક અટકી જવા પામ્યો છે. ઉલ્લેખનીય છે કે, ગત અઠવાડિયે ગંદકીથી ખદબદતા આ ખાડામા એક બાઈક ચાલક ખાબકયો હતો. છતાં પણ આ ગંભીર બાબત ધ્યાને લઇ ખાડો ન પુરતા હવે લોકોના જીવ ઉપર જોખમ ઉભું થયું છે.