મોરબી : મોરબી ખાતે મહારાણા પ્રતાપજીની પ્રતિમાને પુષ્પાજલી કરી રાજપૂત કરણી સેના દ્વારા ખુબજ સાદગી પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. રાજપૂત કરણી સેના મોરબી દ્વારા કોરોના મહામારીને પગલે મહારાણા પ્રતાપજીની જન્મ જયંતિની સાદગી પૂર્વક ઉજવણી કરી પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવાની સાથે મોરબીના રાજવી અને મોરબીની પ્રજા જેમને ભાગવાનની જેમ પૂજે છે. એવા મહારાજા સર વાઘજી ઠાકોરને પણ પુષ્પાંજલિ અર્પણ કરી મોરબીની પ્રજા તેમજ પુરો દેશ કોરોના મહામારી મુક્ત થાય તેવી પ્રાર્થના કરવામાં આવી હતી.