મા જીવદયા ગ્રુપ દ્વારા ચાર સ્થળે વિતરણ વ્યવસ્થા મોરબી : ઉનાળાના કપરા ગરમીના દિવસોમાં અબોલ પક્ષીઓ માટે મા જીવદયા ગ્રુપ દ્વારા આજે મોરબીમાં ચાર સ્થળો ઉપર પક્ષીઓને પાણી માટેના કુંડાનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવી રહ્યું છે. મોરબીમાં ચાલતાં 'માં જીવદયા ગ્રુપ' દ્વારા આજે વિવિધ ચાર સ્થળોએ પક્ષીઓ માટેનાં પાણીના કુંડાનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવી રહ્યું છે. જેમાં સવારે 9 થી સાંજે 5 દરમિયાન મોટેશ્વર મહાદેવનું મંદિર, રામજી મંદિર, ભાંડિયાની વાડીની બાજુમાં, નીલકંઠ મહાદેવનું મંદિર,પંચાસર રોડ, બોખાની વાડીની સામે અને નટરાજ ફાટક, કેશર બાગની સામે, એલ.ઈ.કોલેજ રોડ, મોરબી ખાતે વિતરણ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. કુંડા વિતરણ દરમિયાન સરકારની કોરોનાની ગાઈડલાઈન મુજબ દરેક લોકોએ સોસીયલ ડિસ્ટન્સ જાળવવું, માસ્ક પહેરવું ફરજીયાત રખાયું છે. વધુ વિગતો માટે મોબાઈલ નંબર 96249 58918 ઉપર સંપર્ક કરવો.