વાંકાનેર : વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં વિવિધ ગુન્હાઓના કામે જપ્ત કરવામાં આવેલા વાહનો જ્યા રાખવામાં આવ્યા છે ત્યાં કોઈ કારણોસર આગ ભભૂકી ઉઠતા જપ્ત કરવામાં આવેલા વાહનો આગમાં સળગી ગયા હતા અને વ્યાપક નુકશાન પહોંચ્યુ હતું. હાલ ઘટના અંગે પોલીસે તપાસ શરૂ કરી છે.