મોરબી : મોરબી નજીક આવેલ જીલોટ ફેકટરીમાં ગતરાત્રે આગની ઘટના બન્યા બાદ પાનેલી રોડ ઉપર આવેલ ફેકટરીમાં આજે મોડી સાંજે આગની ઘટના સામે આવી છે. મોરબી ફાયર બ્રિગેડના સૂત્રો પાસેથી જાણવા મળતી વિગતો અનુસાર મોરબી નજીક હાઇવે પર રફાળેશ્વર સામે પાનેલી રોડ ઉપર ગિડચ ગામ પાસે આવેલ પાર્ટીકલ બોર્ડ નામની સનમાઇકા બનાવતી ફેકટરીમાં આજે મોડી સાંજે કોઈ કારણોસર આગ લાગી હતી. આ બનાવની જાણ થતાં મોરબી ફાયર બ્રિગેડ વિભાગ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને આ ફેકટરીમાં લાગેલી આગ ઉપર પાણીનો મારો ચલાવીને આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધરાયા હોવાનું જાણવા મળે છે.