હળવદ : હળવદ પાટીદાર સમાજના અગ્રણી અને પાલિકાના પૂર્વ સદસ્ય વ્રજલાલ ભાઈ ઉર્ફ (વજાલાલ) ઇશ્વરભાઇ પટેલનું આજે અવસાન થયું છે. વ્રજલાલભાઈ હંમેશા સેવાકીય પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા હતા. સાથે જ હળવદમાં પણ તેઓની એક આગવી ઓળખ હતી. વ્રજલાલભાઈના અવસાનથી હળવદ પાટીદાર સમાજને અને કોંગ્રેસ પક્ષને બહુ મોટી ખોટ પડી છે. ત્યારે આજે વ્રજલાલભાઈના અવસાન પર પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ જયંતીભાઇ કવાડીયા, ધારાસભ્ય પરસોત્તમભાઈ સાબરીયા, હળવદ માર્કેટ યાર્ડના ચેરમેન રણછોડભાઈ પટેલ, સેક્રેટરી મહેશભાઈ પટેલ, મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઇ સિહોરા, જિલ્લા પંચાયતના પૂર્વ કારોબારી ચેરમેન હેમાંગભાઈ, મોરબી જિલ્લા ભાજપ મહામંત્રી રણછોડભાઈ દલવાડી, હળવદ શહેર ભાજપ મહામંત્રી સંદિપભાઈ પટેલ, તાલુકા કોંગ્રેસ પ્રમુખ ડોક્ટર કે.એમ. રાણા સહિતના રાજકીય અગ્રણીઓ તેમજ સામાજિક અગ્રણીઓ દ્વારા દુઃખ વ્યક્ત કરી શ્રદ્ધાંજલિ પાઠવી હતી.