મોરબી : મોરબીમાં કોરોના મહામારીના વળતા પાણી વચ્ચે હવે મ્યુકોરમાઈકોસિસ કેસ વધવા લાગતા નવી ઉપાધિ આવી પડી છે. હાલમાં મોરબીમાં દરરોજ 15થી 20 જેટલા મ્યુકોરમાઈકોસિસના નવા કેસ ઉમેરાઈ રહ્યા છે. મોરબીમાં હજુ કોરોના મહામારીમાંથી લોકો બહાર આવ્યા નથી. ત્યાં જ વળી નવી બીમારીની ઉપાધિ આવી ગઈ છે. જેમાં હવે કોરોનાની જ દેન એવા મ્યુકોરમાઈકોસિસ નામની બીમારી પણ માથું ઉચકયું છે, આ બીમારી ઝડપથી ફેલાય રહી છે. મોરબીના કાન-નાક ગળાના છ જેટલા સર્જન પાસે દરરોજ મ્યુકોરમાઈકોસિસના લગભગ 4-4 જેટલા કેસ આવે છે. છેલ્લા 20 દિવસથી આ બીમારીનો ફેલાવો થઈ રહ્યો છે. ત્યારે મોરબીમાં મોરબીમાં છેલ્લા વીસેક દિવસમાં મ્યુકોરમાઈકોસિસના 200 કેસ હોવાનો અંદાજ છે.