વાંકાનેર : વાંકાનેર તાલુકાના ઓળ ગામમાં પોલીસ દ્વારા વ્હિસ્કીની બોટલ સાથે એક શખ્સને પકડી પાડવામાં આવ્યો છે. ગઈકાલે તા. 7ના રોજ ઓળ ગામના બસસ્ટોપ પાસે સવઘણ જેલાભાઇ કટોણાને આધાર વગર ભારતીય બનાવટની ઇગ્લીશ દારૂ વ્હિસ્કીની 1 બોટલ (કી.રૂ. 375) સાથે ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસે વિદેશી દારૂની બોટલ જપ્ત કરી આરોપી સવઘણની અટકાયત કરી છે. તેમજ આરોપી સવઘણ સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધ્યો છે.