મોરબી : વિશ્વ હિંદુ પરિષદ કચ્છ-સૌરાષ્ટ્ર પ્રાંતના ખજાનચી, મોરબી વિશ્વ હિંદુ પરિષદના અગ્રણી વડીલ કાર્યકર્તા, ગાયત્રી મંદિર પરિવાર તથા શંકર આશ્રમના ટ્રસ્ટી રામનારાયણભાઈ હિમ્મતરામ દવેનું આજે તા.8 ના રોજ નિધન થયેલ છે. તેમના નિધનથી સાથી કાર્યકર્તાઓ અને ગાયત્રી પરિવારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.