આધેડ મહિલાએ શરીરે કેરોસીન છાંટી અંતિમ પગલું ભર્યું મોરબી : મોરબીમાં ત્રણ અસ્થિર મગજના સંતાનોની બીમારીથી કંટાળી માતાએ શરીરે કેરોસીન છાંટી આપઘાત કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. મોરબીમાં રવાપર રોડ પરની સોસાયટીમાં રહેતા હંસરાજભાઇ ઠાકરશીભાઇ ભીમાણીના પત્ની કંચનબહેન (ઉ.વ. 55)એ ગઈકાલે તા. 7ના રોજ કેરોસીન છાંટી જાતને સળગાવી હતી. આથી, સખત રીતે આખા શરીરે દાઝી જતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. મૃતક કંચનબહેનના સંતાનમાં ત્રણેય સંતાનો બાળપણથી જ મંદબુધ્ધીના છે. તેઓ ત્રણેય અસ્થિર મગજનાસંતાનોની દેખભાળ અને સારસંભાળ કરીને થાકી-કંટાળી ગયા હતા. આથી, તેમણે મોતને વ્હાલું કર્યું હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. હાલમાં પોલીસે મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.