કેનાલમાં ન્હાવા ગયેલો યુવાન પાણીમાં ગરકાવ : શોધખોળ ચાલુ હળવદ : આજ રોજ હળવદ શહેરમાં આવેલ હોટલ હરિદર્શન પાછળથી પસાર થતી નર્મદા કેનાલમાં ૪૦ વર્ષીય યુવાન ડૂબી ગયો હોવાના સમાચાર મળી રહ્યા છે. હાલ તરવૈયાઓ અને પોલીસ દ્વારા યુવાનની શોધખોળ કરવામાં આવી છે. આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ હળવદ શહેરમાં આવેલ રાણેકપર રોડ પર પસાર થતી નર્મદા કેનાલમાં વિજયભાઈ ચમનભાઈ હળવદિયા (ઉંમર વર્ષ ૪૦) કેનાલમાં ન્હાવા જતા ડૂબી ગયા હોવાનું સામે આવ્યું છે. જેથી, હાલ પોલીસ દ્વારા સ્થાનિક તરવૈયાઓની મદદથી યુવાનની કેનાલમાં શોધખોળ આદરી હોવાનું જાણવા મળ્યું છે.