હળવદ : આજ રોજ હળવદ શહેરમાં આવેલ હોટલ હરિદર્શન પાછળથી પસાર થતી નર્મદા કેનાલમાં ૪૦ વર્ષીય યુવાન ડૂબી ગયો હતો. બાદમાં તરવૈયાઓ અને પોલીસ દ્વારા યુવાનની શોધખોળ કરવામાં આવી હતી. આ દરમિયાન યુવકનો મૃતદેહ મળ્યો હતો. આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ હળવદ શહેરમાં આવેલ રાણેકપર રોડ પર પસાર થતી નર્મદા કેનાલમાં વિજયભાઈ ચમનભાઈ હળવદિયા (ઉંમર વર્ષ ૪૦) કેનાલમાં ન્હાવા જતા ડૂબી ગયા હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ પોલીસ દ્વારા હળવદ GIDC વિસ્તાર તરવૈયાઓની મદદથી યુવાનની કેનાલમાં શોધખોળ આદરી હતી. જે દરમિયાન તરવૈયા ટીમને યુવકનો મૃતદેહ હાથ લાગ્યો હતો. હાલમાં પોલીસ અને હળવદ નગરપાલિકાનો સ્ટાફ બનાવ સ્થળે હોવાનું જાણવા મળ્યું છે.