મોરબી : મોરબીના શનાળા રોડ ઉપર શક્તિ શોપિંગ સેન્ટરમાં આવેલ શિવાંગી લાઇટિંગ હબ વાળા પંકજભાઈ પટેલ દ્વારા યંગ ઇન્ડિયા ગ્રુપ સંચાલિત આદર્શ નિવાસી શાળા ખાતે ચાલતા કોવિડ કેર સેન્ટર માટે રૂપિયા 21 હજારનું અનુદાન જાહેર કરી યંગ ઇન્ડિયા ગ્રુપના માનવતાના કાર્યને બિરદાવ્યું હતું.