મોરબી : રાજકોટ શહેર તેમજ મોરબી શહેરમાં ટીમ સમન્વય દ્વારા કોરોના વાયરસના દર્દીઓ માટે ડોક્ટરના નિઃશુલ્ક કન્સલ્ટેશનના સેવા કાર્યનો આજથી આરંભ કરવામાં આવે છે. જેમાં નિષ્ણાત હોમીયોપેથી ડોક્ટર્સની ટીમ દ્વારા કોવિડ-19નાં દર્દીઓ માટે તદ્દન વિનામૂલ્યે કન્સલ્ટેશન (ટેલીફોનીક માર્ગદર્શન) તેમજ હોમીયોપેથી દવાઓ આપવામાં આવશે. વધુ માહિતી માટે દર્ષિત બ્રહ્મભટ્ટ (98250 92881), રાજકોટ માટે રજનીભાઈ પટેલ (અજાણી) (98795 44066), પ્રજ્ઞાબેન સેજપાલ (94282 80305) તેમજ મોરબી માટે તપન દવે (97273 66100), ડૉ. શિવમ ભિમાણી (99980 43111), જતીન ફુલતરીયા (99795 70701)નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.