વાંકાનેર : મૂળ વાંકાનેર તાલુકાના કોટડા નાયાણીના વતની અને હાલ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચમાં ફરજ બજાવતા યોગેન્દ્રસિંહ દશરથસિંહ જાડેજાને કોરોનાના કપરા સમયમાં પ્લાઝમા ડોનેટ કરવા બદલ તથા ફ્રન્ટલાઇન કોરોના વોરિયર તરીકે સુપેરે કામગીરી કરવા બદલ ગુજરાત રાજ્યના હોમ મિનસ્ટર તથા DGP-ગુજરાતના વરદ હસ્તે ગઇકાલે તા. 06-05-2021ના રોજ પ્રમાણપત્ર અર્પણ કરી તેમની કામગીરીને બિરદાવી હતી. ઉલ્લેખનીય છે કે યોગેન્દ્રસિંહ રાજકોટ પોલીસ તથા વતન કોટડા નાયાણીને ગૌરવ અપાવતા હર્ષની લાગણી અનુભવે છે.