મોરબી : મોરબીની પરણિત યુવતીને તેના જામનગરમાં રહેતા પતિ અને સાસુ-સસરાએ નાની-નાની બાબતોમાં મહેણા-ટોણા મારી શારીરિક-માનસિક ત્રાસ આપ્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવ અંગે મોરબી પિયરમાં રહેતી પરિણીતાએ ફરિયાદ નોંધાવતા મહિલા પોલીસે જામનગર રહેતા તેના પતિ અને સાસુ-સસરા સામે ગુન્હો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. મોરબીના મહિલા પોલીસ સ્ટેશનેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર જામનગરની પરિણીતા અને હાલ મોરબીના વાઘપરા શેરી ન.૧૧ માં રહેતી વૈશાલીબેન સૌરભભાઈ ત્રિવેદી (ઉ.વ.-૨૭ ધંધો-ઘરકામ) એ આરોપીઓ સૌરભભાઈ પ્રમોદભાઈ ત્રિવેદી (પતિ), પ્રમોદભાઈ મગનલાલ ત્રિવેદી (સસરા), ઈલાબેન પ્રમોદભાઈ ત્રિવેદી (સાસુ) (રહે-બધા કે.ડી.ઓ.જૈન ટ્રસ્ટ બિલ્ડીંગ ઈન્કમટેક્સ ઓફીસ પાછળ સરદાર પટેલ સ્કુલની સામે જામનગર) સામે ફરિયાદ નોંધાવી હતી કે, ફરીયાદીને આરોપીઓ અવારનવાર 'તુ નિચા ઘરની છો અને અમે ઉચા ઘરના છીએ અને રૂપિયા વાળા છીએ' તેમ કહી આ કામના આરોપીઓએ ફરિયાદી સાથે અવારનવાર નાની-નાની બાબતોમાં ઝઘડો કરી શારીરિક માનસીક દુ:ખ ત્રાસ આપી તેમજ ગઈ તા.૦૩/૧૦/૨૦૨૦ ના રોજ સવાર ના સાતેક વાગ્યે ફરિયાદી ટોઇલેટ ગયેલ ત્યારે આરોપીએ ફરિયાદીને કહેલ કે 'તમારે આટલી બધી કેમ વાર લાગે છે' તેમ કહી જેમ તેમ બોલાવા લાગેલ અને કહેલ કે ' તું તારા માવતરના ઘરે જતી રહે' તેમ કહી આ કામના ફરિયાદીને શારીરિક માનસીક દુ:ખ ત્રાસ આપ્યો હતો. આ બનાવની વધુ તપાસ PSI ડી.વી.ડાંગર ચલાવી રહ્યા છે.