હળવદ : હળવદ તાલુકાના ચરાડવા ગામમાં જમીન પચાવી પાડનાર બે શખ્સો સામે હળવદ પોલીસ સ્ટેશનમાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે. ગઈકાલે ઘનશ્યામભાઇ મહાસુખલાલ રાણપુરાએ ઇશ્વરભાઇ શામજીભાઇ અને કેશવજીભાઇ ગાંડુભાઇ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે આરોપીઓએ તા.૧૭/૦૯/૨૦૧૫ પહેલા ઘનશ્યામભાઇની માલીકીની સર્વે નં.૧૨૫૫ પેકી-૧ તથા ૧૨૫૬ પૈકી-૧ વાળી જમીન પર ગેરકાયદેસર કબજો કરી લીધો છે. તેમજ આ જમીન પર આજ દિન સુધી ગેરકાયદેસર કબજો ચાલુ રાખી જમીન પચાવી પાડી છે. પોલીસે ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અધિનિયમ-2020 મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.