ફાયર બ્રિગ્રેડ તત્કાળ ફોડી જઈને આગને બુઝાવી નાખી મોરબી : મોરબીના રવાપર રોડ ઉપર આવેલ ઓમ શપીગના ગ્રાઉન્ડ ફ્લોરમાં ગતરાત્રીના સમયે આગ લાગી હતી. આ બનાવ અંગે મોરબી ફાયર બીગ્રેડ વિભાગે જણાવ્યું હતું કે, રવાપર રોડ ઉપરના ઓમ શપીગમાં આવેલ જૂની એચ.ડી.એફ.સી. બેકમાં જ્યાં હાલ કોઈ બેસતું નથી ત્યાં ગતરાત્રીના 8 વાગ્યાની આસપાસ આગ લાગ્યાની જાણ થતાં ફાયર બ્રિગેડ વિભાગ ઘટનાસ્થળે દોડી ગયો હતો. ફાયર બ્રિગેડ વિભાગે એક ફેરો કરીને અડધી કલાકમાં આગને બુઝાવી નાખી હતી. જો કે આ આગની ઘટનામાં સદનસીબે જાનહાની થઈ નથી. પણ આગની લપેટમાં આવી જવાથી કોમ્યુટર, ટેબલ, ખુરશી તેમજ વાયરીગ બળી ગયું હતું. આ આગ શોર્ટ સર્કિટથી લાગી હોવાનું ફાયર બીગ્રેડ વિભાગે પ્રાથમિક અનુમાન દર્શાવ્યું હતું.