વાંકાનેર : ગઈકાલે તા. 5ના રોજ વાંકાનેર તાલુકાના માટેલ ગામમાં ઢુવા-માટેલ રોડપર બ્રાવેટ સીરામીક સામેથી વિજયભાઇ પ્રતાપભાઇ ભુસડીયાને ગે.કા.રીતે પેન્ટના નેફામાંથી ભારતીય બનાવટની ઇગ્લીશ દારૂ વ્હીસ્કીની 1 બોટલ (કી.રૂ. 300) સાથે ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસે આરોપી વિજયની અટકાયત કરી તેની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.