મોરબીની કંપની દ્વારા ઓક્સિજનની જરૂરિયાત વાળા દર્દીઓ માટે આશીર્વાદરૂપ સેવા શરૂ કરાઈ મોરબી : વર્તમાન પરિસ્થિતિમાં દેશભરમાં ઓક્સિજન સિલિન્ડરની અછત સર્જાઈ છે. આ મામલે સુપ્રિમકોર્ટે પણ વારંવાર દખલ કરવી પડે છે તેવી સ્થિતિમાં મોરબીમાં કોવિડ પેશન્ટની ઓક્સિજનની જરૂરિયાત સંતોષવા માટે સીરામીક કંપની લીઓલી દ્વારા મીની ઓક્સિજન મશીન લઈને લોકોની સેવામાં ઉપસ્થિત થઈ છે. લીઓલી સીરામીક કંપનીના ડાયરેકટર હિતેશભાઈ દેત્રોજા અને મનીષભાઈ ગડારાએ મોરબીના કોવિડ પેશન્ટની ઓક્સિજનની જરૂરિયાત સંતોષવા માટે 25 મીની ઓક્સિજન મશીન સેવાર્થે મુક્યા છે. જે દર્દીઓને 10 લીટર જેટલા ઓક્સિજનની જરૂરિયાત હોય તેવા દર્દીઓ માટે આ મીની ઓક્સિજન મશીન આશીર્વાદરૂપ છે. આ મશીન વાપરવા માટે તેઓ નિઃશુલ્ક આપી રહ્યા છે. જરૂરિયાત પૂરી થતાં મશીન પરત કરવાનું રહે છે. મશીન લેવા જતા સમયે કોવિડ પોઝિટિવ રિપોર્ટ અને દર્દીનું આધારકાર્ડ સાથે લઈ જવું જરૂરી છે. મોરબી શહેર અને આસપાસના વિસ્તારના જરૂરીયાતમંદ દર્દીઓ આ નિઃશુલ્ક સેવાનો લાભ લઇ શકે છે. આ મશીન પોર્ટેબલ હોવાથી ખૂબ જ હળવું છે એટલે બાઇક અથવા કાર કે રિક્ષામાં પણ સાથે લઈ જઈ શકે છે. આ માટે વધુ માહિતી અર્થે દિલીપભાઈ મો.નં. 9512300625 અથવા મૌલિકભાઈ મો.નં. 9099701113 પર સંપર્ક કરવાનું એક યાદીમાં જણાવાયું છે.