મોરબી : મોરબી તાલુકાના મોડપર ગામ નજીક વિદેશી દારૂની બોટલો સાથે એક શખ્સને પકડી પાડવામાં આવ્યો છે. ગઈકાલે તા. 5ના રોજ મોડપર ગામના પાટીયા પાસેથી દિનેશભાઈ ભીમજીભાઈ મગવાનીયાને ગે.કા. પાસ પરમીટ વગર ભારતીય બનાવટનો અંગ્રેજી દારૂના વ્હીસ્કીની 5 બોટલો (કી.રૂ. 1875) તથા ડ્રાય જીન 7 નંગ (કિ.રૂ. 2100) મળી કુલ રૂ. 3975ના મુદામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસે આરોપી દિનેશની અટકાયત કરી તેની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.