વાંકાનેર : કોરોના મહામારી વચ્ચે રાજ્ય સરકાર દ્વારા 36 શહેરોમાં રાત્રી કર્ફ્યુ અને મીની લોકડાઉનની મુદતમાં 12મી મે સુધી વધારો કરતા વાંકાનેર માર્કેટિંગ યાર્ડ દ્વારા આગામી 16 મે સુધી યાર્ડ બંધ રાખવા નિર્ણય લેવામાં આવ્યો છે. જેની તમામ વેપારી, દલાલભાઈઓ, મજૂરોએ નોંધ લેવા વાંકાનેર માર્કેટિંગ યાર્ડના ચેરમેનની યાદીમાં જણાવાયું છે.