મોરબી : મોરબીમાં કોરોના વાયરસનું સંક્રમણ વધ્યું તેમ માનવતાની મહેક વધતી જાય છે. મોરબીવાસીઓ આર્થિક ફાળો આપીને કે સેવાકીય પ્રવૃતિઓ કરીને કોરોનાગ્રસ્ત દર્દીઓની મદદે આવી રહ્યા છે. ત્યારે મોરબીની જૂની અને જાણીતી ગુરુકૃપા હોટલ (GK હોટલ) તરફથી યંગ ઇન્ડિયા ગ્રુપ સંચાલિત કોવિડ કેર સેન્ટરને રૂ. 30,000નું અનુદાન આપવામાં આવ્યું છે. આ ધનરાશિ GK હોટલના યુવા સંચાલક ઉપેન્દ્રભાઈ પટેલ અને ભગવાનજીભાઈ પટેલ દ્વારા આપવામાં આવી છે.