મોરબી : પશ્ચિમ બંગાળમાં ભાજપ કાર્યાલયે તોડફોડ અને હિંસાના વિરોધમાં આવતીકાલે મોરબી ભાજપ કાર્યાલય નીચે ભાજપ દ્વારા ધરણા કરવામાં આવશે. પશ્ચિમ બંગાળની તાજેતરની ચૂંટણી દરમિયાન તેમજ તેના પરિણામ સમયે તૃણમૂલ કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ઉપર આક્રમણ અને હિંસાઓ કરી રહ્યા છે અને કાર્યકર્તાઓની હત્યા પણ કરવામાં આવી છે. સાથોસાથ પાર્ટીના કાર્યાલયની તોડફોડ અને આગ લગાવવાની ઘટનાથી ધોળે દાળે લોકતંત્રની હત્યા થઈ રહી છે જેના અનુસંધાને આવતીકાલે તા.06ના રોજ સવારે 09:00 કલાકે મોરબી જીલ્લા ભાજપ કાર્યાલય નીચે, મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયાની આગેવાનીમાં ધારણાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હોવાનું કાર્યાલય મંત્રી દામોદરભાઈ પટેલની યાદીમાં જણાવાયું છે.