વાંકાનેર : વાંકાનેર તાલુકાના સરતાનપરમાં યુવકને ઇલેક્ટ્રિક શોક લાગ્યો હતો. આથી, તેનું મોત નીપજ્યું છે. સરતાનપર ગામે વરમોરા સીરામીક નેસ્ટ ટાઇલ્સમાં રહી કામ કરતા 22 વર્ષીય પ્રધ્યુમન જીયુથ તિવારીને ગઈકાલે તા. 4ના રોજ અજાણ્યા કારણોસર ઇલેકટ્રીક શોર્ટ લાગતા તેનું મૃત્યુ થયું છે. આ બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે.