વાંકાનેર : વાંકાનેર તાલુકાના તીથવામાં કારખાનામાં બાળક રમતું હતું. ત્યારે રિવર્સમાં આવતા ટ્રક હડફેટે બે વર્ષના બાળકનું મોત નીપજ્યું છે. ગત તા. 3ના રોજ સાંજના સાતેક વાગ્યાના સુમારે તીથવા (વડસર)માં કિશાન સ્ટોન ક્રસરના કારખાનામાં ડમ્પર (ટ્રક) વાહન રજી. નંબર GJ-03-W 8470 ના ચાલક હેમતભાઇ મંગાભાઇ ગફલતભરી રીતે વાહન રીવર્સમાં લેતા હતા ત્યારે ટ્રકની પાછળ રમતો બે વર્ષીય અંનસુ હડફેટે આવી ગયો હતો. આથી, બાળકને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તેનું મૃત્યુ થયું હતું. આથી, શ્રમિક પરિવારમાં શોકની લાગણી ફેલાય ગઈ છે. આ બનાવ અંગે મૃતક બાળકના પિતા મહેશભાઇ બચુભાઇ અહલગામા (ઉ.વ. ૩૫)એ ડમ્પરચાલક સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જેના આધારે પોલીસે ડમ્પરચાલકને પકડવા તજવીજ હાથ ધરી છે.