મોરબી : મોરબીમાં ધર્મેશભાઇ દીલીપભાઇ ઢેઢીએ આયુષ હોસ્પીટલ સામે હિરો હોન્ડા સાઇન મોટરસાયકલ નં. GJ-03-FG-2572 પાર્ક કરેલ હતું. જેની ગત તા. 9 એપ્રિલના રાત્રે 8થી 10 એપ્રિલના સવારે 8 કલાક વચ્ચે તસ્કરો ચોરી કરી ગયા હતા. આ ચોરી અંગે મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ધર્મેશભાઇએ ફરિયાદ નોંધાવી છે. હાલ પોલીસે ચોરને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.