જયદીપ એન્ડ કંપની દ્વારા આયોજન વાંકાનેર : વાંકાનેરમાં કોરોના વાયરસનું સંક્રમણ ફેલાય રહ્યું છે. ત્યારે આજે તા. 4ના રોજ વાંકાનેર તાલુકાના ખેરવા ગામે સ્વ. ઉદયસિંહજી મનુભા જાડેજા પરીવાર (જયદીપ એન્ડ કંપની મોરબી-વવાણીયા)ના સૌજન્યથી કોરોના રેપિડ ટેસ્ટ કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું. જેનો અનેક લોકોએ લાભ લઈ કોરોના ટેસ્ટ કરાવ્યો હતો.