માસ્ક વિના ફરતા 11, રાત્રી કર્ફ્યૂ ભંગ કરતા 3, સોશિયલ ડિસ્ટનસનું પાલન ન કરતા 5, મીની લોકડાઉનનું ઉલ્લંઘન કરતા 4, વધુ પેસેન્જર બેસાડતા 6 રિક્ષાચાલક અને કોવિડ ટેસ્ટ કરાવ્યા વિના વેપાર કરતા 5 સામે દંડનાત્મક કાર્યવાહી મોરબી: સોમવારે દિવસ રાત દરમ્યાન મોરબી જિલ્લામાંથી જાહેરનામા ભંગ, કર્ફ્યૂ ભંગ સહિતના કારણોસર કુલ 34 લોકો સામે કેસ નોંધી પોલીસે દંડનાત્મક કાર્યવાહી કરી હતી. મોરબી સીટી એ.ડીવી. પોલીસે મીની લોકડાઉનનો ભંગ કરતા 2 ચાની રેંકડી ધારક સામે, માસ્ક વગર જાહેરમાં ફરતા 3 સામે, રાત્રી કર્ફ્યૂના સમયગાળા દરમ્યાન જાહેરમાં ફરતા 1 સામે, મોરબી સીટી બી ડીવી. પોલીસે મીની લોકડાઉનનો ભંગ કરી આવશ્યક ચીજ વસ્તુ સિવાયની દુકાન ખુલ્લી રાખવા બદલ 2 દુકાનદાર સામે, જાહેરમાં સોશિયલ ડિસ્ટનસનો ભંગ કરતાં 5 સામે, ઓટો રિક્ષામાં નિયમ વિરુદ્ધ વધુ પેસેન્જર બેસાડવા બદલ 3 રીક્ષાચાલક સામે, માસ્કવિના જાહેરમાં નીકળતા 1 સામે, રાત્રી કર્ફ્યૂ દરમ્યાન રીક્ષા લઈને નીકળેલા 1 રીક્ષાચાલક તથા અન્ય 1 સામે તથા મોરબી તાલુકા પોલીસે નિયમ કરતા વધુ પેસેન્જર બેસાડીને સોશિયલ ડિસ્ટનસના નિયમનો ભંગ કરતા 1 રીક્ષા ચાલક સામે વિવિધ કલમો હેઠળ કેસ કરી દંડનાત્મક કાર્યવાહી કરી હતી. જ્યારે હળવદ પોલીસે માસ્ક વિના જાહેરમાં ફરતા 2, વાંકાનેર સીટી પોલીસે માસ્ક પહેર્યા વિના દુકાનમાં બેસીને વેપાર કરતા 3 દુકાનદાર સામે, 1 ફરસાણની રેંકડી ધારક સામે, વાંકાનેર તાલુકા પોલીસે નિયમ વિરુદ્ધ વધુ પેસેન્જર બેસાડતા 2 રિક્ષાચાલક સામે, જાહેરમાં માસ્ક વગર ફરતા 1 સામે, તથા ટંકારા પોલીસે આરટીપીસીઆર રિપોર્ટ કરાવ્યા વિના દુકાને બેસીને વ્યાપાર કરતા 2 ધંધાર્થી સામે, માળીયા મિયાણા પોલીસે કોવિડ ટેસ્ટ કરાવ્યા વિના શાકભાજીની રેંકડી પર વેપાર કરતા 3 સામે વિવિધ કલમો હેઠળ જાહેરનામાં ભંગના કેસો કરી તમામને દંડ ફટકાર્યો હતો.