મોરબી : હાલમાં વિશ્વવ્યાપી કોરોના વાયરસની મહામારીના નિયત્રંણના ભાગરૂપે મોરબીમાં સબ જેલમાં કેદીઓનું હેલ્થ ચેક અપ કરવામાં આવ્યું હતું. જેમાં ગત તા. ૨૮/૦૪/૨૦૨૧ના રોજ મોરબી સબ જેલના અધિક્ષક એલ. વી. પરમાર તથા જનરલ સુબેદાર અતુલભાઈ હાલપરાના સૂચનથી તાલુકા હેલ્થ સેન્ટરના ધન્વંતરિ રથના ડો. શીતલબેનની ટીમ દ્વારા કેદીઓના શરીરનું તાપમાન તપાસી હેલ્થ ચેકઅપ પણ કરવામાં આવેલ છે.