યદુનંદન યુવા ગ્રુપ દ્વારા નવા બસ સ્ટેન્ડ સામે 4 મેથી શરૂ થશે વિતરણ મોરબી: કોરોના સંક્રમિત દર્દીઓ માટે હાલ વિવિધ દવા અને સહાયક દવાઓ ચલણમાં આવી છે. જે પૈકી મીથીલીન બ્લુ નામની દવા પણ પ્રચલનમાં આવી છે. આ દવાની ભારે માંગને જોતા મોરબીના યદુનંદન યુવા ગ્રુપ દ્વારા તારીખ 4ને મંગળવારથી મોરબીમાં તેનું નિઃશુલ્ક વિતરણ શરૂ થવા જઈ રહ્યું છે. WHOની સુરક્ષિત દવાની યાદીમાં સ્થાન પામતી મિથેલીન બ્લુ નામની દવાનું પ્રચલન કોવિડ દર્દીઓની સારવારમાં સહાયક દવા તરીકે વપરાઈ રહ્યું છે. આ લિકવિડ દવા સવારે ખાલી પેટે અડધી ચમચી જીભ નીચે મૂકી એક મિનિટ મોંમાં રાખીને પી જવાની હોય છે. આ ઉપરાંત 5 એમ.એલ. નેબ્યુલાઈઝર દ્વારા 5 એમ.એલ. ઇન્હેલેશન (નાસ) દ્વારા પણ લઈ શકાય છે અને રાત્રે સૂતા પહેલા 1-1 ટીપું નાકની બન્ને નસિકામાં લઇ શકાય છે. જો કે સગર્ભા મહિલાઓ અને સ્તનપાન કરાવતી મહિલાઓ, કિડનીની બીમારી ધરાવતા દર્દીઓ અને 12 વર્ષની નાની વયના બાળકોએ આ દવા લેવી હિતાવહ નથી. ઉપરોક્ત દવા તારીખ 4ને મંગળવારથી સવારે 10:30થી બપોરે 1:00 અને સાંજે 4:30થી 7:00 કલાક દરમ્યાન નવા બસ સ્ટેન્ડ સામે, ડિલક્ષ પાન, શનાળા રોડ મોરબી ખાતે મળી રહેશે. દવા લેવા જતાં સમયે દર્દીનો કોરોના પોઝિટિવ રિપોર્ટ બતાવવો જરૂરી છે. વધુ માહિતી માટે મનીષભાઈ કુંભરવાડીયા (9723104911) અથવા રમેશભાઈ જીલરીયા (9067600096)નો સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે.