સેવાભાવી અજયભાઈ લોરીયા દ્વારા વધુ એક આવકારદાયક નિર્ણય દરેક દર્દીને 5 નારિયેળ અને 2 કિલોગ્રામ સંતરા આપવામાં આવશે મોરબી : મોરબીના સેવાભાવી અજયભાઈ લોરીયાએ વધુ એક આવકારદાયક નિર્ણય લીધો છે. મોરબી જિલ્લાની હોસ્પિટલોમાં વિનામૂલ્યે નાળિયેર અને સંતરાનું વિતરણ કર્યા બાદ હવે હોમ આઇસોલેસનમાં રહેલ દર્દીઓને ફ્રીમાં નારિયેળ અને સંતરાનું વિતરણ કરાશે મોરબીના સેવાભાવી યુવાન અજયભાઈ લોરીયાએ હોમ આઇસોલેશનમાં રહેલા દર્દીઓ માટે આવકાર દાયક નિર્ણય લીધો છે. હોમ આઇસોલેશનવાળા દર્દીઓને નારિયેળ અને સંતરા લેવા માટે છેલ્લાં અઠવાડિયાની અંદર પોઝીટીવ આવ્યો હોય એ રિપોર્ટ સાથે લઈ માર્કેટિંગ યાર્ડ શનાળા રોડ મોરબી પહેલા શેડમાં આવવાનું રહેશે. અહીં વિવેકભાઈ, અંકિત લોરીયા, કિશન રાંકજાનો સંપર્ક સાધવાનો રહેશે. નારિયેળ લેવા આવતી વખતે સોશ્યલ ડિસ્ટનસના પાલનની સાથે સરકારના નિયમોનું ચુસ્ત પણે પાલન કરવાનું રહેશે. નાળિયેર અને સંતરાનો જથ્થો હશે ત્યાં સુધી જ વિતરણ કરાશે.