મોરબી : મોરબીના જાગા સ્વામી મિત્ર મંડળ, સમસ્ત મોચી સમાજ મોરબી દ્વારા સંત લાલા બાપાની પુણ્ય તિથિની ઉજવણી દર વર્ષે ધામધૂમથી કરવામાં આવે છે. પરંતુ ગત વર્ષની જેમ આ વર્ષે પણ કોરોના વાઇરસના કારણે અને રાજ્ય સરકારના આદેશને અનુસરીને પુણ્ય તિથિની ધામધૂમથી ઉજવણી રદ કરેલ હતી. આજે તા. ૦૩/૦૫/૨૦૨૧ના રોજ જાગા સ્વામી મિત્ર મંડળ, સમસ્ત મોચી સમાજના નેજા હેઠળ સંત લાલા બાપાની ૮૦મી પુણ્ય તિથિની ઉજવણીના ભાગરૂપે મોરબીના મોચી સમાજના પરિવારજનોએ ઘરે આરતી અને પૂજન કરેલ અને કોરોના મહામારી સમગ્ર ભારતમાંથી ઝડપથી દુર થાય એ માટે પ્રાર્થના અર્ચના કરેલ હતી. તેમ જાગા સ્વામી મિત્ર મંડળ મોરબીના પ્રમુખ ધર્મેન્દ્રભાઈ નાગરની યાદીમાં જણાવવામા આવ્યું છે.