હડતિયામા પંદર દિવસના અંતરે બે કેમ્પ યોજાયા આજે કોરોનાના રેપીડ ટેસ્ટ કરતા 36 માંથી 1 પોઝિટિવ કેસ નોધાયો ટંકારા : ટંકારા તાલુકાના હડમતીયા ગામે આજે રેપીડ કોરોના ટેસ્ટ કરવામાં આવતા 36 લોકોના ટેસ્ટ કરતા તે પૈકી માત્ર એક જ પોઝિટિવ કેસ નોંધાતા રાહત અનુભવાઈ છે. હડમતીયા યુવા સંસ્કૃતિ મંડળ દ્વારા આજે કોરોના રેપીડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 36 પૈકી 1 વ્યકિત પોઝિટિવ આવી હતી. આ અગાઉ હડમતીયા ગામમાં યુવા મંડળ અને બજરંગ ધૂન મંડળ દ્વારા કોરોના રેપીડ ટેસ્ટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અને બહોળી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો. છેલ્લા બે દિવસથી હડમતીયા ગામમાં કોરોનાની ગતિ મંદ પડી હોય તેવા અણસાર વર્તાઇ રહ્યા છે. હડમતીયા ગામના જાગૃત યુવાનો દ્વારા કોરોના રેપીડ ટેસ્ટ કેમ્પના આયોજનથી પોઝેટીવ દર્દીઓ હોમકોરોન્ટાઈન થવાથી કોરોનાની સંક્રમિત સાયકલ અટકી ગઈ હોવાનું પુરવાર થાય છે.