માસ્ક વિના જાહેરમાં ફરતા 7, કર્ફ્યૂભંગ બદલ 4, વધુ પેસેન્જર બેસાડવા બદલ 8 રિક્ષાચાલકો, દુકાનો પર સોશિયલ ડિસ્ટનસનો ભંગ કરતા 4 અને મીની લોકડાઉનનું ઉલ્લંઘન કરતા 7 લોકો દંડાયા: મોરબી: રવિવારે દિવસ રાત દરમ્યાન મોરબી જિલ્લામાં જાહેરનામાં ભંગ, મીની લોકડાઉન ભંગના કુલ 30 કેસ કરી પોલીસે તમામ સામે દંડનાત્મક કાર્યવાહી કરી હતી. જેમાં મોરબી સીટી એ.ડીવી. પો.સ્ટે. વિસ્તારમાં માસ્ક વિના જાહેરમાં ફરતા 6, મીની લોકડાઉનનો ભંગ કરી કાપડની દુકાન ખુલ્લી રાખતા 1, ગાંઠિયાની રેંકડી ખુલ્લી રાખતા 2 સામે જ્યારે બી.ડીવી.પો. સ્ટે. વિસ્તારમાં શાકભાજીની રેંકડી પર સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરતા 1 ધંધાર્થી, મીની લોકડાઉનનો ભંગ કરી રેડીમેઈડ કાપડની દુકાન તેમજ અન્ય દુકાનો ખુલ્લી રાખતા 4, ઓટો રિક્ષામાં વધુ પેસેન્જર બેસાડવા બદલ 1 રીક્ષાચાલક, કર્ફ્યૂભંગ કરવા બદલ 4 સામે જ્યારે મોરબી તાલુકા પો.સ્ટે. વિસ્તારમાં વધુ પેસેન્જર બેસાડીને નીકળેલા 1 રિક્ષાચાલક સામે વિવિધ કલમો હેઠળ કેસ કરી દંડનાત્મક કાર્યવાહી કરી હતી. જ્યારે વાંકાનેર સીટી પોલીસે માસ્ક પહેર્યા વગર જાહેરમાં નીકળેલા 1, દુકાનમાં માસ્ક પહેર્યા વગર વેપાર કરતા અને સોશિયલ ડિસ્ટન્સના જાહેરનામાનો ભંગ કરતાં 1 ધંધાર્થી, 1 રેંકડી ધારક, વધુ પેસેન્જર બેસાડવા બદલ 1 રિક્ષાચાલક સામે, વાંકાનેર તાલુકા પોલીસે નિયમ વિરુદ્ધ વધુ પેસેન્જર બેસાડીને સોશિયલ ડિસ્ટનસના નિયમભંગ બદલ 1 રિક્ષાચાલક સામે તથા માળીયા મિયાણા પોલીસે 2 રીક્ષાચાલક, 1 બોલેરો પિક અપ વાહનના ચાલક સામે જ્યારે ટંકારા પોલીસે આર. ટી. પી.સી.આર ટેસ્ટનો નેગેટિવ રિપોર્ટ રાખ્યા વિના શાકભાજીનો વેપાર કરતા 1 રેંકડીધારક સામે અને હળવદ પોલીસે વધુ પેસેન્જર બેસાડવા બદલ 2 રિક્ષાચાલક સામે જાહેરનામાંભંગની વિવિધ કલમ અને એપિડેમીક એકટની કલમ મુજબ ધોરણસરની દંડનાત્મક કાર્યવાહી કરી હતી.