મોરબી : હાલમાં IPL ચાલી રહી છે. ત્યારે સટ્ટાની મોસમ પુરબહારમાં ખીલી છે. ત્યારે મોરબીમાં IPLના મેચ પર સટ્ટો રમતા બે શખ્સો પકડાયા છે. ગઈકાલે તા. 1ના રોજ મોરબીમાં મહેન્દ્રનગર ખાતે કાંતીજ્યોત એપાર્ટમેન્ટના પાર્કીંગમાં જાહેરમાં આરોપીઓ હસમુખભાઇ મગનભાઇ મારવાણીયા અને કેતનભાઇ મનસુખભાઇ પંડ્યા મોબાઇલ ફોનમાંથી ચેન્નાઇ સુપર કીંગ તથા મુંબઇ ઇન્ડીયન વચ્ચે ચાલતા આઇ.પી.એલ. ટી-20 ક્રીકેટ મેચ પર રન ફેર તથા મેચની હારજીતનો પૈસાની હારજીતનો જુગાર રમી રહ્યા હતા. પોલીસે બંને આરોપીઓની અટકાયત કરી છે. તેમજ આરોપીઓ પાસેથી 2 મોબાઇલ ફોન તેમજ રોકડ રૂ. 1500 સહીત કુલ મુદામાલ કિ.રૂ. 7500 કબ્જે કર્યા છે. અને બંને આરોપીઓ તથા અજાણ્યા શખ્સ સામે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જુગારધારા હેઠળ ગુનો નોંધ્યો છે.