કારના માલીકે અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે સઘન તપાસ હાથ ધરી મોરબી :મોરબીના રવાપર રોડ ઉપર શકિત ટાઉનશીપ ગોલ્ડન વ્યુહ એપાર્ટમેન્ટ બ્લોક નં.૭૦૨ નીચેથી કારની ચોરી થયા બાદ આ કાર લાલપર ગામ નજીક અકસ્માત થયેલ હાલતમા રેઢી મળી આવી હતી. આ બનાવ અંગે કારના માલીકે અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે સઘન તપાસ હાથ ધરી છે. આ બનાવની મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના રવાપર રોડ ઉપર શકિત ટાઉનશીપ ગોલ્ડન વ્યુહ એપાર્ટમેન્ટ બ્લોકનં.૭૦૨માં રહેતા રાજેશભાઇ પ્રભુલાલ મારવણીયા (ઉ.વ.૩૨ ધંધો.વેપાર) એ અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી કે,ગત તા.૨૫/૩/૨૦૨૧ ના રોજ મોરબીના રવાપર રોડ ઉપર શકિત ટાઉનશીપ ગોલ્ડન વ્યુહ એપાર્ટમેન્ટ બ્લોકનં.૭૦૨ નીચેથી અજાણ્યા ઇસમો એ ફરીયાદીની સ્કોર્પીયો કાર નં. GJ-36-L-1656 કિંમત રૂપિયા.૪,૦૦,૦૦૦ વાળી કારની ચોરી કરી લઇ જતા લાલપર ગામ નજીક અકસ્માત થયેલ હાલતમા કાર રેઢી મુકી નાસી જતા કાર મળી આવી હતી. આ બનાવની પોલીસે ફરિયાદ નોંધીને આગળની તપાસ મોરબી સીટી એ ડીવી. પો.સ્ટે.ના પો.સબ.ઈન્સ. વી.જી.જેઠવા ચલાવી રહ્યા છે.