જીઆઇડીસીમાં 24 કલાક સેવા મળશે મોરબી : રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ મોરબી દ્વારા કોરોના પેશન્ટ માટે નિઃશુલ્ક ઓક્સિજન રિફિલ સેવા શરૂ કરવામાં આવી છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રેરિત ડો.હેડગેવાર જન્મ શતાબ્દી સેવા સમિતિ મોરબી દ્વારા હાલના સંજોગમાં કોરોનાની સારવાર લઈ રહેલા દર્દીઓ માટે નિ:શુલ્ક ઓક્સિજનની બોટલ (અંદાજે 2 kg સુધીની) રિફીલિંગ કરી આપવામાં આવશે. આ માટે દર્દીઓએ કોઈ પણ ચાર્જ ચૂકવવાનો નથી. ઓક્સિજન રિફિલ માટે દર્દીનું આધારકાર્ડ તથા દર્દીનો રિપોર્ટ સાથે લાવવાનો રહેશે. આ સેવા 24 કલાક કાર્યરત રહેશે. ઓક્સિજન રિફિલ કરાવવા ઇચ્છતા લોકોએ મોરબી, જી.આઈ.ડી.સી, પ્રસંગ હોલ વાળી શેરી, પ્રભાત વાઈબ્રેટની સામે, શનાળા રોડ ખાતે આવવાનું રહેશે. વધુ વિગતો માટે મોબાઈલ નંબર 87339 06350 ઉપર સંપર્ક સાધવા યાદીમાં જણાવાયું છે.