મૃતકના સગાએ ફરિયાદ નોંધાવતા પોલીસે કન્ટેનર ચાલક સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી મોરબી : મોરબીના નવાગામ રોડ ઉપર આવેલ સોમનાથ પેપરમીલ ખાતે કન્ટેનર દીવાલ સાથે અથડાયા બાદ દીવાલ ઘસી પડતા ત્યાં લઘુશંકા કરતા આધેડનું દીવાલ હેઠળ દબાઈ જવાથી મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકના સગાએ ફરિયાદ નોંધાવતા પોલીસે કન્ટેનર ચાલક સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવનજ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી પરેશભાઇ લાલજીભાઇ કાવર (ઉ.વ.૪૧, ધંધો-વેપાર, રહે. મોરબી, ધુંનડા રોડ, શકિત ટાઉનશીપ, ગોલ્ડન વ્યુ–એ, બ્લોક નંબર–૬૦૧) એ કન્ટેનર (ટ્રક) રજી નં. જી.જે.૧૨.એ.ઝેડ.૭૬૭૧ નો ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગઈકાલે તા.૧ ના રોજ સાંજના આશરે ચાર સાડા ચાર વાગ્યા આરોપીએ પોતાનુ કન્ટેનર (ટ્રક) સ્પીડમા ચલાવી નવાગામ રોડ ઉપર આવેલ સોમનાથ પેપરમીલની સીકયુરીટી ઓફીસની દીવાલ સાથે કન્ટેનરનો પાછળનો ભાગ ભટકાય જતા આ સીકયુરીટીની દીવાલ પાસે કાવર કમલેશભાઈ લાલજીભાઈ (ઉ.વ.૫૨) લઘુશંકા કરતા હોય અને તેઓની ઉપર દીવાલ પડતા તેની નીચે દબાઇ જતા તેમને ગંભીર ઇજા થવાથી સારવાર દરમ્યાન તેમનું મોત નીપજ્યું હતું. આ અકસ્માત સર્જીને આરોપી કન્ટેનરનો ચાલક પોતાનુ કન્ટેનર સ્થળ ઉપર મુકી નાશી ગયો હતો. આ બનાવ અંગે પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.